ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે ગઇકાલે અને આજે મળીને બે દિવસ દરમિયાન આઠ નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. આરોગ્ય વિભાગમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી ગામના રોહીત ફળિયામાં રહેતા (૧) ચિરાગ નટવરભાઈ રોહિત ઉ.વ ૧૫, (૨) પરસોતમ ચંદુભાઈ રોહિત ઉ.વ ૫૫, (૩) વિજય અંબાલાલભાઈ રોહિત ઉ.વ ૩૦, (૪) અશોક અંબાલાલભાઈ રોહિત ઉ.વ ૨૯, (૫) કમળાબેન ચીમનભાઈ રોહિત ઉ.વ ૬૦, (૬) રશ્મિકા નટવરભાઈ રોહિત ઉ.વ ૧૭, (૭) શારદાબેન પરસોત્તમભાઈ રોહિત ઉ.વ ૫૦ ને ગતરોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો તથા (૮) રાહુલભાઇ ગોપાલભાઈ પરમાર ઉ.વ ૨૭ ને આજરોજ કોરોના પોઝિટિવ આવ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવેલ રેપિડ ટેસ્ટમાં આ પોઝિટિવ કેસ આવ્યા હતા. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસનો આંક દિવસે દિવસે વધી રહયો છે, જેનો કુલ આંક હાલ ૬૩ પર પહોંચતા તાલુકાની જનતામાં ફફડાટ જોવા મળયો છે. તાલુકામાં વધતા જતા કોરોના સંક્રમણથી જનતા ભયભીત બની છે. રાજપારડી પીએસસી દ્વારા ગામના સંબંધિત વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે. રાજપારડી પીએસસી દ્વારા જરૂરી સર્વે હાથ ધરાયુ છે. ઉલ્લેખનીય છે કે તાલુકામાં અત્યાર સુધી કોરોનાથી પાંચ જેટલી વ્યક્તિઓના મોત થયા નીપજ્યા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.