એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો. એસ.ઓ.જી. ના સૂત્રોના જણાવ્યા અનુસાર હેડ કોન્સટેબલ જયેશ સાકરલાલને ગાંજા અંગે બાતમી મળી હતી જે બાતમી મુજબ તપાસ કરતાં સલિમ સાદીક પટેલ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ અંકલેશ્વર વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો જણાતું હોવાથી તેની અટક કરવામાં આવી હતી તેમજ તેના કબજામાંથી એક કાપડની થેલીમાં ગેરકાયદેસરનો માદક પદાર્થ ગાંજો 2 કિલો 100 ગ્રામ કિં.12,600 જપ્ત કરવામાં આવ્યો હતો.
Advertisement