ભરૂચનાં વકીલ સાહિલખાન એ. સિપાહીએ જણાવ્યા મુજબ તેમની પર પોલીસ દ્વારા અભદ્ર વ્યવહાર તેમજ અત્યાચાર કરવામાં આવ્યો છે. તે બાબતની અરજી સંગઠનનાં હોદ્દેદારને અપાય હતી. વકીલ સાહિલ ખાન તા.21-8-2020 નાં રોજ બનાસકાંઠા જીલ્લાનાં પાલનપુર ખાતે પોતાની ગાડી લઈને ગયા હતા. ત્યારે પાલનપુર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. એલ.જે.વાળા તથા હેડ કોન્સટેબલ ઉમાભાઈ ગજાભાઈએ વકીલ ઉપર ગેરકાયદેસર કસ્ટડીમાં રાખી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. તે અંગે તેમણે જિલ્લા પોલીસ અધિક્ષક બનાસકાંઠાને લેખિતમાં જવાબદાર પોલીસ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી અને લેખિતમાં ફરિયાદ કરેલ છે. વધુમાં પોલીસતંત્ર દ્વારા આવા બનાવનું પુનરાવર્તન ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ઠરાવમાં ગુજરાત રાજયમાં વકીલો માટે પ્રોટેકશન માટે એડવોકેટ પ્રોટેકશન એકટ લાવવો જોઈએ તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો. ધી ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એશોસીએશન ભરૂચની બેઠકમાં ઇન્ચાર્જ પ્રમુખ ડી.જી.ચાવડા, સેક્રેટરી દિનેશ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચનાં વકીલ સાથે પાલનપુર પોલીસે કરેલ અત્યાચાર અંગે ધી ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એશોસીએશનને ઠરાવ કરી સમગ્ર બનાવનો વિરોધ કર્યો હતો.
Advertisement