Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સી ડીવીઝન પોલીસ દ્વારા ભંગાર ચોરીનાં ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

Share

બે દિવસ પહેલા રાત્રિનાં સમયે કસક ગરનાળા ઉપર બની રહેલા નવા બ્રિજ ઉપરથી કેટલાક ઇસમોએ ભંગારની ચોરી કરી હતી. તે અંગે ભરૂચ પોલીસ તંત્રનાં સી ડીવીઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ભંગાર કસક નવજીવન સ્કૂલ પાછળ સરદારનગરી ઝુંપડપટ્ટી પાસે થ્રી વ્હીલ સાયકલમાં રાખી મુકેલ છે. જેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ સી ડીવીઝન પોલીસે ચેકિંગ કરતાં સ્થળ ઉપરથી ચોરીના બનાવમાં ગયેલ ભંગારનો સામાન વજન આશરે 390 કિલો જેટલો સામાન મળેલ છે જેની કિંમત આશરે રૂ.8400 જેટલી થાય છે. આ અંગે સ્થળ ઉપરથી રાજુભાઇ કાંતિભાઈ વસાવાની અટક કરવામાં આવી છે. તેમજ વોન્ટેડ આરોપીમાં મનોજ ગંભીરભાઇ વસાવા અને સુનિલ ઉદેસિંગ વસાવા રહે. નવજીવન સ્કૂલ પાછળ ઝુંપડપટ્ટી કસક, ભરૂચ નો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

સુરત ઉધના દરવાજા પાસે ટ્રક મિક્સર મશીન સાથે બ્રિજ નીચે ફસાઈ ગયું હતું.

ProudOfGujarat

શહેરા તાડવા ગામે પતિએ પત્નીને સામાન્ય તકરારમાં મોતને ઘાટ ઊતારી…

ProudOfGujarat

વડોદરા : લક્ષ્મીપુરા તરફ જતી કાંસમાં ટેમ્પો ખાબકતા ચાલક ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!