જમીન માપણી કરવા અંગે રૂ 18 લાખ જેટલી જંગી રકમ લાંચ રૂપે માંગવામાં આવી હતી. પરતું આ અંગે લાંચ રૂશવત વિરોધી શાખા માં ફરિયાદ કરતા છટકુ ગોઠવી 2 અધિકારી અને બે વચેતિયાં ને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
જમીન માપણી અંગે જંગી રકમ માંગી લાંચ રૂશ્વત વિરોધી શાખાના છટકા માં ફસાયા હોવાની ઘટના ખુબ રસપ્રદ છે. જેમાં વચેટીયા ઓએ પણ ભૂમિકા ભજવી હતી આ અંગે વિગતે જોતા જમીન માપણી અંગે રિતેશ બાલુભાઈ રાજપરા હક્ક ચોક્સી અધિકારી અને જિલ્લા નિરીક્ષક જમીન દફટર સુરત અને જસમીન અરવિંદભાઈ બોધરા નાયબ મામલતદાર જનસેવા કેન્દ્ર સુરત દ્વારા રૂ 18 લાખ લાંચ ની માંગણી કરવામાં આવી હતી જે પેકી રૂ 9 લાખ એડવાન્સ માં આપવાના હતા. જે ફરિયાદી ને મજુર ન હોય તેમણે લાંચ રૂશ્વત વિરોધી શાખા નો સંપર્ક કર્યો હતો તેથી છટકુ ગોઠવી લાંચ ની રકમ એડવાન્સ રૂ 9 લાખ જિસસ કોલોની બહાર નાનપુરા સુરત ખાતે લેવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જે રકમ ખાનગી વ્યક્તિ એવા ડોલર રવજીભાઈ ચકલાસિયા અને રાજેશ ભનુભાઈ શેલડીયા ટેલિફોન પર થયેલ વાતચીત મુજબ લેવા આવ્યા હતા જેમને લાંચરૂશ્વત વિરોધી શાખા ના અમલદારો એ રંગેહાથ ઝડપી પાડ્યા હતા આ સમગ્ર ટ્રેપ માં લાંચ રૂશ્વત વિરોધી શાખા સુરત ના કે.જે.ચૌધરી, એસ. એન. દેસાઈ, તેમજ મદદનિશ નિયામક એન પી ગોહીલે મહત્વની કામગીરી કરી હતી.
જમીન માપણી અંગે જંગી રકમ માંગવામાં આવી અને લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ઝડપી પાડ્યા જાણો ક્યાં અને કેવી રીતે
Advertisement