ભરૂચ જીલ્લામાં છેલ્લા બે-ત્રણ વર્ષથી પણ વધારે સમયથી દસ રૂપિયાના સિક્કા જાણે ભારતીય ચલણમાં જ ન હોય તેવું વર્તન થઈ રહ્યું છે, ઘણા નાણાકીય લેવડ દેવડમાં પણ દસ રૂપિયાના સિક્કાનો અસ્વીકાર થઈ રહ્યો છે, અને હાલમાં પણ દસ રૂપિયાનો સિક્કો લેવાની દુકાનદારો અને લારી-ગલ્લાઓવાળા ચોખ્ખી ના પાડી દે છે તેવી ચર્ચા છે, જોકે એક, બે અને પાંચ રૂપિયાનો સિક્કાઓ લેવામાં આનાકાની કરતાં નથી, આવું કેમ ? કહેવાય છે કે ભરૂચના દુકાનદારો અને લારી-ગલ્લાઓવાળા તથા કેટલાક વેપારીઓ પણ દસ રૂપિયાનો સિક્કો લેવાની ના પાડે છે, અને એવું કારણ બતાવે છે કે, આગળ અમારી પાસેથી કોઈ લેતું નથી, આના કારણે પ્રજા ભારે હાલાકીમાં મુકાઇ ગઈ છે, જેમની પાસે દસ રૂપિયાના સિક્કા છે તેને વટાવવા જવું ક્યાં ? દસ રૂપિયાના સિક્કા તો બંધ થઈ ગયા છે તેવી ખોટી અફવાઓ ભરૂચ જીલ્લામાં ચાલી રહી છે. ભરૂચ જિલ્લા ગ્રાહક સુરક્ષા અને પ્રશાસને આ બાબતે તત્કાલીક ધોરણે પગલાં ભરવા જરૂરી છે, અને જે પણ નાના-મોટા દુકાનદારો અને લારી-ગલ્લાઓવાળા કે જે, દસ રૂપિયાનો સિક્કા લેવાની ના પાડે છે અને બહાના બતાવી દસ રૂપીયાના સિક્કાનો અસ્વીકાર કરે છે તેવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, અને આવા લોકો સામે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ. અને કાયદાકીય દ્રષ્ટી એ પણ આ દંડપાત્ર ગણાય છે જેમાં દંડની પણ જોગવાઈ છે. જયારે એક, બે અને પાંચ રૂપિયાના સિક્કા સ્વીકારાય છે અને દસ રૂપિયાની નોટ પણ સ્વીકારાય છે તો પછી દસ રૂપિયાના સિક્કાનો અસ્વીકાર કેમ કરવામાં આવે છે ? શું દસ રૂપીયાનો સિક્કો ભારતીય ચલણમાં નથી ? જિલ્લાતંત્રને અને પ્રશાસનને ભલે આ બાબત નાની લાગતી હોય પરંતુ ભારતીય અર્થતંત્રના ધોરણે આ બાબત ઘણી મોટી ગણી શકાય કારણ કે, આ સિક્કો દસ રુપિયાનું જેટલું મૂલ્ય ધરાવે છે,આ બાબત ચર્ચાઈ રહી છે.
શું ભરૂચ જીલ્લામાં દસ રૂપિયાનાં સિક્કા ચલણમાં નથી …?
Advertisement