ભરૂચ જીલ્લામાં સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરવાના બનાવો વધી રહ્યા છે. આવો જ બનાવ દોઢ વર્ષ અગાઉ દહેજ ગામ ખાતે બન્યો હતો. જેમાં સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. જોકે આરોપીને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડેલ છે. આ અંગેની વિગત જોતાં દહેજ ગામેથી તા.17-1-19 નાં રોજ એક સગીરાને વિક્કીસિંહ ઉર્ફે વિક્રમ ચરણસિંહ વાધેલાએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાને ઇરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો. જે બાબતે દહેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીને ઝડપવા માટે એલ.સી.બી. ની જુદી જુદી ટીમો રચવામાં આવી હતી. આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ પણ આરોપીને ઝડપી પાડવાના પ્રયાસો કરાયા હતા. જેમાં પી.એસ.આઇ. એ.એસ.ચૌહાણને અને તેમની ટીમને મળેલ બાતમીને આધારે ઉપરોકત ગુનાના આરોપીને સગીરા સાથે ભાવનગર જીલ્લાનાં મહુવા ખાતેથી ઝડપી ભરૂચ લઈ આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવા ભરૂચ બી ડિવિઝનને સોંપવામાં આવેલ છે. આરોપી સાથે સગીરા પણ હોવાનું પોલીસનાં સૂત્રોએ જણાવ્યુ હતું.
ભરૂચ : દહેજ ગામેથી દોઢ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરનાર આરોપીને સગીરા સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
Advertisement