આજે તા. ૨૪ મી ઓગષ્ટ, ૨૦૨૦ નાં રોજ કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એ.વી. મહાલના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં ૧૧૮ ટકા જેટલો વરસાદ આજદિન સુધીમાં નોંધાયેલ છે. શ્રી મહાલેએ વધુમાં આપેલી માહિતી મુજબ ગત રોજ તા. ૨૩/૦૮/૨૦૨૦ નાં રોજ જળાશયના સ્ત્રાવ વિસ્તારમાં સરેરાશ ૪ થી ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાતા જળાશયમાં પાણીની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થવાના કારણે આજે તા. ૨૪ મી ઓગષ્ટ, ૨૦૨૦ ના રોજ બપોરનાં ૧૨:૦૦ કલાકે કરજણ જળાશયની સપાટી ૧૧૦.૧૭ મીટરે નોંધાવા પામી છે. જયારે જળાશયમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૭૪.૧૭ ટકા, પાણીની આવક ૧૮,૯૪૭ અને રેડીયલ ગેટ નંબર ૨,૪,૫,૬ અને ૮ એમ કુલ ૫ ગેટમાંથી ૪૦,૪૯૫ કયુશેક તેમજ હાઇડ્રોપાવર સ્ટેશનથી ૪૧૨ કયુશેક સહિત કુલ ૪૦,૯૦૭ કયુશેક પાણી રૂલ લેવલ ૧૦૯.૭૪ મીટર જાળવવા સારૂ છોડવામાં આવી રહેલ છે. કરજણ બંધમાંથી છોડવામાં આવતા આ પાણીના પ્રવાહને લીધે નીચવાસમાં આવેલ કરજણ નદીના કાંઠાના ગામો રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાછાનાં રહીશોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનનને દૂર રાખવા સાવચેત રહેવા જણાવાયેલ છે, તેમ પણ શ્રી મહાલએ વધુમાં જાણકારી આપી હતી.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.
રાજપીપળા : આજે બપોરે ૧૨:૦૦ કલાકે કરજણ ડેમની સપાટી ૧૧૦.૧૭ મીટરે નોંધાઇ.
Advertisement