ગુજરાત માલધારી સેના એકમનાં મહામંત્રી જશુભાઇ વાઘાભાઈ ભરવાડની આગેવાનીમાં ગૌચરની જમીન અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દરેક તાલુકામાં મામલતદારની આગેવાનીમાં ગૌચર જમીન અંગે એક સમિતિની રચના કરવામાં આવે. આ સમિતિમાં ગુજરાત માલધારી સેનાનાં એક કાર્યકરને સમિતિમાં સ્થાન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક તાલુકામાં ગૌચરની જમીન પર કેટલા ગામોમાં દબાણ છે તેનું સર્વે કરવામાં આવે અને પોલીસ રક્ષણ આપી ગૌચર પરની જમીનનું દબાણ દૂર કરવામાં આવે. આ ઉપરાંત પશુઓની સંખ્યાનાં હિસાબે ગૌચરની જમીન ફાળવવામાં આવે સાથે પશુપાલકોને વાડાની આકારણી કરી આપવામાં આવે. તેમજ દર પાંચ ગામે એક પશુ સારવાર કેન્દ્ર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તે ઉપરાંત અત્યારસુધી ગૌચરની જમીન પર થયેલ દબાણ અંગે આવેલ અરજીઓનાં તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
ભરૂચ : ગુજરાત માલધારી સેનાએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
Advertisement