ઉમરપાડા તાલુકામાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતા નદી નાળાં તળાવ ચેકડેમ છલકાયા હતા તેમજ ગ્રામ્ય વિસ્તારના પુલો કોઝવે વરસાદી પૂરમાં ગરકાવ થતાં રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ઉમરપાડા તાલુકા મથક ચાર રસ્તા ઉચવણ બજારનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ કેવડી ગામ, વાડી, નસારપુર, બલાલકુવા, સરવણ, ફોકડી વગેરે ગામો અને નવી વસાહત વિસ્તાર વિસ્તારમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ઉપરવાસમાં પણ વરસાદ થતાં ઉમરપાડાની નદીઓ ગાડી તુર બની હતી. તાલુકા મથકને જોડતા ગ્રામ્ય વિસ્તારના પુલો કોઝવે ઉપર પાણી ફરી વળતા ગામડાઓનો તાલુકા મથક સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સતત વરસી રહેલા વરસાદનાં કારણે જનજીવન ઠપ થઇ ગયું હતું. ત્યારે વધુ પડતા વરસાદને કારણે ખેતીમાં પણ ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે. જેથી ખેડૂતો ચિંતીત બન્યા છે, પોતાના ખેતરોમાં પાણી ભરાઇ જતાં કૃષિ પાક માટે જોખમ ઊભું થયું છે.
વિનોદ. બી. મૈસુરીયા, વાંકલ, સુરત.