સમગ્ર દેશની પ્રદુષિત ખાડીઓમાં જેની ગણના થાય છે. તેવી આમલાખાડીમાં ભારે વરસાદ અને કંપનીઓ દ્વારા છોડાતા કેમિકલયુક્ત પાણીના પગલે આમલાખાડી ઉભરાય હતી. આમલાખાડી અંકલેશ્વર અને વાલિયા તાલુકામાંથી પસાર થાય છે. ત્યારે ખાડીની આજુ-બાજુ આવેલા ખેતરોમાં પાણી ફરી વળતાં કોયલી, ધંતુરીયા અને અન્ય ગામોની સીમમાં આવેલ ૫૦૦ વીંગા જેટલી જમીનમાં આમલાખાડી નું કેમિકલ યુક્ત પાણી ફરી વળતા કિસાનોને ભારે નુકસાન થયું છે તે સાથે ભરતીના પાણી હોવાના પગલે ખાડીમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. અંકલેશ્વર તાલુકામાં ભારે વરસાદ વરસતા આમલાખાડી ઉભરાઈ ગઈ હતી. તેથી ખાડી ના કિનારે આવેલ ખેતરમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થતા કિશાનોને જંગી આર્થિક નુકસાન થયું છે. જે અંગે વળતર ની માંગ કરી રહ્યા છે.
Advertisement