કોરોના મહામારીના પગલે સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. વિદ્યાર્થીઓને શાળાઓ માં કે કોલેજોમાં શિક્ષણ આપવામાં આવતું નથી. ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ જ્યાં નેટવર્ક પકડાતું નથી. એવા વિસ્તારોમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે. જે અંગે સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ ને સાંસદ મનસુખ વસાવા એ લખેલ પત્રમાં જણાવ્યું છે કે કોરોના મહામારી ના પગલે શેક્ષણીક સંસ્થાઓમાં શિક્ષણ અપાતું નથી. ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ ભરૂચ અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં નેટવર્ક પકડાતું નથી. ટાવરના અભાવે આવી પરિસ્થિતિ નું સર્જન થયું છે. જેથી વિદ્યાર્થીઓ ભણતર માં પાછા પડે અને ભણતર ગુમાવે તેવી સંભાવના ઉભી થઈ છે. આ અંગે યોગ્ય કરવા માટે સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયાલ ને પત્ર લખેલ છે.
ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં નેટવર્ક પકડાતું ન હોવાના પગલે વિદ્યાર્થીઓને ભણતર અંગે નુકસાન સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયાલને પત્ર લખ્યો
Advertisement