Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા કરજણ નદી મા ડેમ માથી ભારે પાણી છોડાતાં નદી કિનારે ના તડકેશ્રર મંદિર નો માર્ગ ધોવાયો

Share

મંદિર મા પ્રવેશવાના પગથિયા પણ નદીના વહેણ મા તુટી પડયા

નર્મદા જિલ્લા મા છેલ્લા આઠ દિવસ થી મુશળાધાર વરસાદ વરસ્યો છે જીલ્લાના જંગલ વિસ્તારમાં ખુબજ વરસાદ ખાબકતાં કરજણ ડેમ ખાતે ઉપરવાસમાં પાણી ની આવક થતાં ડેમ સત્તાવાળાઓ ને હજારો કયુસેક પાણી કરજણ નદી મા છોડવાની ફરજ પડી હતી. કરજણ નદી માથી પાણી છોડતા તડકેશ્રર મંદિર પાસે નો માર્ગ નદી ના પ્રવાહ મા ધોવાતા મંદિર ના પગથિયાં પણ તુટ્યા હતાં. મળતી માહિતી અનુસાર રાજપીપળા થી અંકલેશ્વર જવાના માર્ગે આવેલ તડકેશ્રર મંદિર પાસે નો માર્ગ કરજણ નદી મા હજારો કયુસેક પાણી છોડાતા ધોવાઇ ગયો હતો. માર્ગ નુ ધોવાણ થતા મંદિર મા પ્રવેશવાના પગથિયા પણ નદી ના ભારે વહેણમાં તુટી પડયા હતા. હાલમાં મંદિર સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બન્યું છે. દર્શનારથીઓ મંદિર ના પ્રવેશ દ્વાર થી પ્રવેશી જ શકતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ જયારે ગુજરાત ના બાંધકામ વિભાગ ના મંત્રી હતા ત્યારે કરોડો રુપિયા ની ગ્રાન્ટો ના ખર્ચે રાજપીપળા ના સરકારી ઓવારા તરફથી નર્સરી, એરોડ્રામ, સ્મશાન થઇને અખાડા તરફથી તડકેશ્રર મંદિર પાસે નો માર્ગ રીંગ રોડ તરીકે જાહેર કર્યો હતો અને આનંદીબેન પટેલે જાતે જ ખાતમુહૂર્ત કર્યુ હતુ.પરંતુ આ રીંગ રોડ અનેક વાર કરજણ ડેમ મા પાણી ની આવક થતાં ડેમ માથી પાણી છોડતા ધોવાઇ જતો હોય છે, જેથી આ વિસ્તારમાં વસતા લોકો ને મંદિર ના દર્શનારથીઓ ને ભારે મુશીબતો ઉઠાવવી પડતી હોય છે. આ સમસ્યા નુ કાયમી ઉકેલ આવે એ ઇચ્છનીય છે.

Advertisement

આરીફ કુરેશી :- રાજપીપળા


Share

Related posts

કોરોના રસીનો બીજો ડોઝ લેવાની સમય મર્યાદા 42 દિવસ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં હઝાત ગામનાં બુટલેગરને વિદેશી દારૂ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

વાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી પાડોશીએ દંપતી સહીત ત્રણને માર માર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!