Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાયર માટે નાની ગાડી મળતા ખુબ જ ફાયદાકારક.

Share

રાજપીપળા શહેરમાં કે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે આગની ઘટના બને ત્યારે રાજપીપળા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વળવા સક્ષમ છે અને વારંવાર આવી આગની ઘટનામાં સારી સફળતા મેળવી પણ છે

પરંતુ શહેરની સાંકડી ગલીઓમાં જ્યારે આગની ઘટના બને ત્યારે રાજપીપળા નગરપાલિકા પાસે આગ માટેના વાહનો મોટા હોવાથી નાની ગલીની બહાર ફાયર ફાઈટર ઉભા રાખી પાણીની પાઇપ લંબાવ્યા બાદ ફાયર ફાઈટરો આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરતા હતા જેમાં સમય બગડતા ક્યારેક મોટું નુકસાન પણ થાય એમ હોય રાજપીપળા શહેરની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈ સરકારે હાલ ફાયરની એક નાની ગાડી આપી જે આ શહેર સહિત આસપાસના ગામડાઓમાં આગની ઘટના માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ બાબતે રાજપીપળા નગરપાલિકાના વાહન સુપરવાઈઝર ફરીદભાઈ રાઠોડએ જણાવ્યું કે ગાંધીનગર સરકારમાંથી રાજપીપળા નગરપાલિકા તથા અન્ય નગરપાલિકામાં આવા નાના ફાયર માટેના વાહનો હાલમાં અપાયા છે જે સિલિન્ડર સાથે આપ્યા છે માટે નાની ગલીઓમાં કે ગામડાઓમાં જો આગની ઘટના બને તો આ વાહનો ખૂબ લાભકારક સાબિત થશે.

રિપોર્ટર.આરીફ જી કુરેશી રાજપીપળા નર્મદા જિલ્લા.

Advertisement

Share

Related posts

વડોદરામાં સાવલી તાલુકાના ખોખર ગામમાં ઘર આંગણે ગાજાનું વાવેતર ઝડપાયું

ProudOfGujarat

વડોદરા: ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં જંગી વધારો : હોસ્પિટલમાં જામી ભીડ

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે રાજીવ ગાંધીની પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!