Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં સરકારી વાઘપુરા ગામની સીમમાં મૃત હાલતમાં દીપડો મળ્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વિપુલ પ્રમાણમાં વન સંપતિ આવેલી છે. તાલુકાના રતનપુર નજીકના જંગલની આજુબાજુના વિસ્તારોમાં તેમજ નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દીપડાઓ વસવાટ કરે છે. આજે તાલુકાના સરકારી વાઘપુરા ગામની સીમમાં એક દીપડો મૃત હાલતમાં પડયો હોવાનું જણાતા ખેડૂત દ્વારા તે બાબતે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. દીપડો પુખ્ત વયનો જણાતો હતો અને છેલ્લા ત્રણેક દિવસથી તેનું મોત થયુ હોવાનું પ્રથમ નજરે જણાતુ હતું. જેથી તેની બોડી ડીકમ્પોઝ થયેલ હતી. ખેડૂત દ્વારા ઝઘડીયા વન વિભાગનો સંપર્ક કરી મૃત દીપડા વિશે માહિતી આપવામાં આવી હતી. મૃત દીપડાની ડીકમ્પોઝ થયેલ બોડીનુ સ્થળ પર જ પી.એમ કરાયુ હતું. મરણ પામેલ પુખ્ત નર દિપડાની ઉંમર આશરે પાંચ વર્ષની હતી અને લંબાઈ આશરે પાંચ ફુટ જેટલી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકા ના કરજણ ગામ ખાતે કપડાં સુખવવા જતા માતા-પુત્રી ને કરંટ લાગતા માતા નું મોત તેમજ પુત્રી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ભરૂચ ની ખાનગી હોસ્પિટલ માં ખસેડાઇ હતી…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ૨૩ દવાખાના તબીબ વિનાના કુલ ૫૯ મંજુર થયેલી જગ્યાઓ પૈકી ૩૬ જગ્યા પર તબીબો છે ઘણા સ્થળોએ એક તબીબ પાસે એકથી વધુ જગ્યાનો ચાર્જ

ProudOfGujarat

વલસાડમાં “નપાણીયા” તંત્રની પોલખોલતા “મેધરાજા “..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!