નબીપુર પોલીસે સગીર વયની કન્યાનાં અપહરણનાં બનાવમાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડયો હતો. નબીપુર પી.એસ.આઇ. એ.જે.રણાએ મળેલ બાતમી અનુસાર ટીમ બનાવી હતી જે મુજબ નાસતો ફરતો આરોપી ઝડપાય ગયો હતો. આ અંગે વધુ જોતાં આરોપી અજય જયંતિભાઈ વસાવા દ્વારા તા.23-5-2019 નાં રોજ એક સગીર કન્યાને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયો હતો. આ અંગે નબીપુર પોલીસને બાતમી મળી હતી કે આરોપી સગીરા સાથે અમદાવાદથી લકઝરી ટ્રાવેલ્સમાં ભરૂચ તરફ જઇ રહ્યો છે. બાતમીનાં આધારે નબીપુર પોલીસે ટ્રાવેલ્સની બસમાંથી આરોપી તેમજ સગીરાને ઝડપી પાડી વધુ તપાસ કરવા CBI ભરૂચને સોંપવામાં આવેલ છે.
Advertisement