નર્મદા જિલ્લાસમાં તા.૧૯ મી ઓગષ્ટ,૨૦૨૦ ને બુધવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં સૌથી વધુ-૪૩ મિ.મિ. અને દેડીયાપાડા તાલુકામાં સૌથી ઓછો-૨૪ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના સાગબારા તાલુકામાં-૩૨ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૨૮ મિ.મિ, ગરૂડેશ્વર તાલુકામાં-૨૬ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લાિ પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તો થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૭૮૪ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૨૪૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૮૭૭ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો- ૬૪૬ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૬૨૬ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૫૩૦ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૨૧.૫૫ મીટર, કરજણ ડેમ-૧૦૯.૨૪ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૬.૨૫ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૨ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૪.૩૩ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
રિપોર્ટર. આરીફ જી કુરેશરાજપીપળા નર્મદા જિલ્લા