માંગરોળ તાલુકાના કોસંબા ઝંખવાવ મુખ્ય માર્ગ વરસાદને કારણે ખરાબ થઈ જવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તેમજ ગ્રામ્ય વિસ્તારના ખરાબ રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ કરવાની માંગ સાથે કોંગ્રેસનાં અગ્રણી આગેવાનો દ્વારા સરકારી બાંધકામ વિભાગ સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆતો કરવામાં આવી છે. માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી તેમજ માંગરોળ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉજાસભાઈ ચૌધરી દ્વારા બાંધકામ વિભાગના અધિકારી તેમજ વનવિભાગના અધિકારીઓને લેખિત ફરિયાદો કરવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ તાજેતરમાં પડી રહેલા વરસાદથી કોસંબાથી ઝંખવાવ મુખ્ય માર્ગ ઠેર ઠેર ખરાબ થઇ ગયો છે. કનવાડા ગામ નજીક પાણીનો ભરાવો થઈ ગયો છે જેને કારણે વાહન ચાલકો અતિશય મુશ્કેલીમાં મુકાયા છે. પાણીનો નિકાલ નહીં થવાના કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલી સમગ્ર માર્ગ પર વધી રહી છે. આ માર્ગનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત થઈ છે જ્યારે વાંકલ આસપાસ વિસ્તારના ગામડાઓમાં વનવિભાગની હદમાંથી પસાર થતા રસ્તાઓ હાલ અતિશય બિસ્માર હાલતમાં છે ત્યારે વનવિભાગ દ્વારા હદમાં આવતા રસ્તાનું નવિનીકરણ કરવામાં આવે તેમજ સમારકામ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. જેમાં ઈસનપુરથી કંટવાવ અમરકુઈ પાતલદેવી રોટોટી, ભીલોડીયા ડુંગર વગેરે રસ્તાઓ વનવિભાગ વહેલી તકે તૈયાર કરે તેવી માંગ થઇ છે. વધુમાં કોસાડી ગામે વારંવાર કીમ નદીના પૂર કોસાડી ગામમાં ફરી વળતા અનેક પરિવારોની હાલત ખરાબ થઇ છે નુકસાન પણ મોટા પ્રમાણમાં થયું છે ત્યારે કોસાડી ગામે આદિવાસી ફળિયા નજીક કીમ નદી ઉપર પ્રોટેકશન વોલનું કામ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ[ના મંત્રીશ્રી તેમજ સુરત જિલ્લા કલેકટર અને સ્થાનિક માંગરોળ તાલુકાના બાંધકામ વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆતો કરી છે.
વધુ પડતા વરસાદને કારણે ખરાબ થયેલા કોસંબા ઝંખવાવ માર્ગ અને ગ્રામ્ય વિસ્તારનાં રસ્તાઓ તાત્કાલિક ધોરણે સમારકામ કરવા કોંગ્રેસનાં અગ્રણી આગેવાનો દ્વારા સરકારી તંત્રને રજુઆત થઈ.
Advertisement