અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં સહમંત્રી નિખિલ લીમ્બાચિયા અને તેમના સહકાર્યકરો દ્વારા નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ભરૂચને પત્ર લખી કોરોના મહામારીનાં સમયમાં વિદ્યાર્થીઓ પાસે ફી ની ઉધરાણી ન કરવા વિનંતી કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓનાં વાલીઓનાં વેપાર ધંધા ખોરવાય ગયા છે તેમજ વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓનલાઈન માધ્યમથી ચાલે છે તેથી વિદ્યાર્થીઓને ફી ભરવા જણાવાયું છે. જેમાં ટયુશન ફી સિવાયની ફી પણ ઉધરાવવામાં આવી રહી છે. વર્તમાન પરિસ્થિતીમાં વિદ્યાર્થીઓ પાસેથી લેબોરેટરી, કેમ્પસ ડેવલોપમેન્ટ, યુનિવર્સિટી ડેવલોપમેન્ટ વગેરે બાબતોની ફી ઉધરાવવી તે યોગ્ય નથી તેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે ટયુશન ફી સિવાયની ફી લેવામાં ન આવે અને ટયુશન ફી પણ હપ્તાથી લેવામાં આવે જેથી વિદ્યાર્થીઓનાં વાલીઓને રાહત રહે. જો માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવેલ છે.
કોરોના મહામારીનાં સમયમાં ફી ની ઉધરાણી અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રજૂઆત.
Advertisement