Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગરૂડેશ્વર તાલુકાનાં ભીલવશી ગામ ખાતે શ્રાવણીયો જુગાર રમતા કુલ-૨ આરોપીઓને કુલ ૫૬,૬૧૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નર્મદા LCB પોલીસ.

Share

ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. નર્મદા હરીફીણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓના સુપરવિઝન હેઠળ સી.એમ.ગામીત તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન
સી.એમ.ગામીત પો.સ.ઇ. એલ.સી.બી.નાઓને બાતમી મળેલ કે ભીલવશી ગામની સીમમાં કેટલાંક ઇસમો પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમતા હોવાની ચોક્કસ માહીતી મળેલ જે બાતમી આધારે સી.એમ.ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેડ કરતા કેટલાક ઇસમો ટોળુ વળીને પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહેલ હોય તેઓને ઝડપી પાડી જે પૈકી (૧) અશોકભાઇ અંબાલાલ તડવી (૨) નગીનભાઇ નરસીંહભાઇ તડવી બંને રહે. મોટીરાવલ તા.ગરૂડેશ્વર જી. નર્મદા નાઓને ઝડપી પાડી તથા પોલીસની રેડ દરમ્યાન અંધારાનો લાભ લઇ નાસી ગયેલ આરોપી પૈકી (૧) સુખરામભાઇ ભયજીભાઇ તડવી (ર) રાહુલભાઈ મહેશભાઇ તડવી બંને રહે. મોટીરાવલ તા.ગરૂડેશ્વર (3) અક્ષયભાઇ જેના બાપના નામની ખબર નથી તે રહે. કોયારી તા.ગરૂડેશ્વર (૪) આસીફભાઇ જેના બાપના નામની ખબર નથી તેને જુગારના ગેરકાયદેસર પત્તાપાનાનો હારજીતનો જુગાર પૈસાની લગાઇથી રમી પકડાયેલ આરોપીઓ પાસેથી અંગ ઝડતીના તથા દાવ ઉપરના રોકડ રૂ. ૧૮,૬૧૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ. ૩૦૦૦/- તથા મોટર સાયકલ નંગ-૧ કિ.રૂ. ૩૫૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૫૬,૬૧૦/-ના મુદ્દામાલ કબજે કરી તેઓની વિરૂદ્ધમાં જુગારધારા ક.૧૨ મુજબ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ ડામવા સારૂ વખતો વખત સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને એલ.સી.બી. નર્મદા આવી પ્રવૃતિ ઉપર ડામવા માટે સતત અને સખત વોચ રાખી નેસ્તનાબુદ કરવા પ્રયત્નશીલ છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકા પોલીસે જુગારના ગુનામાં નાસ્તા ફરતા બે જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

માંગરોળમાં માલધારી હિત રક્ષક સમિતિએ સુરતના વેડ ડભોલીમાં માલધારીઓના તબેલા તોડી પાડવાના વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ભરૂચ : જુનાદીવાનાં પ્રગતિશીલ ખેડૂતને ગુજરાતનાં સૌથી વધુ સરેરાશ રાસ મુજબ શેરડી પકવતા એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!