વાંકલ ખાતે 66 કેવીનું સબ સ્ટેશન આવેલું છે. આજુબાજુનાં વિસ્તારોમાં વાંકલ સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આજુબાજુના વિસ્તારમાં કોઈ નાનો અમસ્તો ફોલ્ટ થાય તો પણ બેથી ત્રણ કલાક સબ સ્ટેશનમાંથી વીજપ્રવાહ બંધ કરાવી દેવામાં આવે છે. રાત્રીના સમયે પણ વીજ પુરવઠો ખોટકાય જાય છે. વાંકલ ગામએ મુખ્ય વેપારી મથક છે. ગામમાં સુમુલ પાર્લર, આઈસ્ક્રીમ પાર્લરો, તેમજ ઠંડા પીણાની દુકાનો પણ આવેલી છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા વેપાર ધંધા અને આરોગ્ય પણ માઠી અસર પડી રહી છે. વાંકલ ગામમાંથી વીજ પુરવઠા માટે ડી.ઓની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. જેથી આજુબાજુના ગામડાઓ ફોલ્ટ થાય તો વાંકલ ગામની લાઈટો બંધ કરી દેવા આવે છે. માંગરોળના ડેપ્યુટી ઈજનેર ચૌધરી સાહેબે કહ્યું કે વરસાદ બંધ થાય એટલે કામગીરી શરૂ કરવામાં આવશે. વાંકલના ગ્રામજનો અને સરપંચ શ્રીએ જણાવ્યું કે આ પ્રશ્નનો હલ ના થાય તો બારડોલી ઓફિસ પર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ તકે વાંકલના સરપંચ ભરત ભાઈ વસાવા, કમલેશભાઈ મોદી, ગુસ્તાદ ભાઈ પારડીવાલા, વિપુલભાઈ, મનીષ ભાઈ મોદી, ધર્મેશ પટેલ, તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે વારંવાર વીજ પ્રવાહ ખોટકાતા ગ્રામજનોએ માંગરોળ ડી. ઈ. ચૌધરીને રજુઆત કરી.
Advertisement