વડોદરા જીલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે તે સાથે અન્ય જીલ્લાઓમાં પણ મુશળધાર વરસાદ વરસી રહયો છે ત્યારે ઢાઢર નદીમાં વરસાદી પાણીની આવક વધી છે જેના પગલે ઢાઢર નદી તા.17-8-2020 નાં રોજ બે કાંઠે વહી રહી છે. હાલ આમોદ નજીક ઢાઢર નદીની જળસપાટી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીનાં તમામ પગલાં લેવાય રહ્યા છે. ઢાઢર નદીની આજુબાજુ આવેલ સાત ગામોને સાવચેતી અંગે જાણ કરવામાં આવી છે. આમોદ નજીક ઢાઢર નદીનો પુલ ભરૂચ જંબુસર માર્ગનાં વાહન વ્યવહાર માટે ખુબ મહત્વનો છે ત્યારે વિતેલા વર્ષોમાં ઢાઢર નદીનું પાણી ચઢતા પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરવાની પણ ફરજ પડી હતી. તેવા સમયે ભરૂચ અને જંબુસર વચ્ચેનો વાહન માર્ગનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારે પણ વડોદરા પંથકમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે જેથી ઢાઢર નદીમાં વધુ પૂરનાં પાણી ચઢે તેવી સંભાવના નકારી શકાતી નથી.
ભરૂચ : ઢાઢર નદી ભયજનક સપાટી નજીક હોવાથી આજુબાજુનાં સાત ગામોનાં રહેવાસીઓને પૂર અંગેની ચેતવણી આપવામાં આવી.
Advertisement