રાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મુખ્યમથક રાજપીપળાનાં છોટુભાઇ પુરાણી મહાવિદ્યાલય સંકુલ ખાતે કરાઈ હતી જેમાં નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ત્રિરંગાને સલામી આપી હતી. કોવિડ-19 ની મહામારીની શરૂઆતથી જ નર્મદા 108 એમ્બ્યુલન્સની ટીમ ખડે પગે રહી કોવિડ-19 સંક્રમિત તેમજ આઇસોલેટેડ દર્દીઓને જરૂરી સારવાર આપી કોવિડ (આયુર્વેદિક હોસ્પિટલ રાજપીપળા) હોસ્પિટલ તેમજ ગંભીર દર્દીઓને વડોદરા સુરત હોસ્પિટલમાં જરૂરી સારવાર સાથે ખસેડી કોવિડ-19 ની વૈશ્વિક મહામારીમાં મહત્વનું યોગદાન આપ્યું છે, 108 ના પેરામૅડિલ કનુભાઈ જી વસાવા અને પાયલોટ ઉસ્માનભાઈ આર કુરેશીએ રાજપીપળાની કોવિડ-19 માટે સ્પેશ્યલ ફાળવેલી 108 ઉપર ફરજ બજાવી હોય તેમની નીડરતાથી બજાવેલી ફરજ બદલ જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર મનોજ કોઠારી તેમજ જીલ્લા પોલીસ વડા હિમકરસિંહનાં હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા
રાજપીપળા ખાતે યોજાયેલા ૭૪ માં સ્વાતંત્ર્ય દિને 108 ટીમનાં કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.
Advertisement