ભરૂચ જિલ્લામાં આજે તા.16-08-2020 ના રોજ 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેથી કુલ 1196 જેટલા અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેની સામે 10 કેસ સાજા થતા દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 991 દર્દીઓ સાજા થયા હતા. ત્યારે હજી 181 દર્દીઓને સારવાર અપાઇ રહી છે. જો કે મોતનો આંકડો હજુ 24 પર જ હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રે જણાવ્યું હતું.
Advertisement