Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

કંપનીની અગાસી માંથી મૃતદેહ મળી આવ્યો જાણો ક્યાં અને ક્યારે…???

Share

ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી એવી દહેજ સ્થિત ટેગંરોસ કંપનીની અગાશી માંથી રહસ્યમય સંજોગોમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. આ રહસ્યમય હત્યાનો બનાવ બન્યો હતો. આ અંગે વિગત જોતા ટેગંરોસ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટના નંબર ૧ ના ટેરેસ પરથી તારીખ 15.08. 2020 ના બપોરના સમયે આશરે ૧૨:૩૦ વાગ્યા પહેલા કોઈ પણ સમયે આ બનાવ બન્યો હતો. બનાવમાં મરણ જનાર નું નામ રવિન્દ્રશ્યામ નારાયણસિંહ ઉંમર વર્ષ આશરે 50 ને કોઈ અજાણ્યા ઈસમોએ અગમ્ય કારણોસર કોઈ હથિયાર વડે માથાના પાછળના ભાગે તેમજ ડાબા કાન ઉપર તેમજ મોઢાના ભાગે માર મારી ઉપરના દાંત તોડી નાંખી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યું હતું. અને લાશને તાડપત્રી વિતાડી પાણીની ટાંકીના નીચેના ભાગે પુરાવાનો નાશ કરવાના ઈરાદે સંતાડી દીધી હતી. આ બનાવમાં મરણ જનાર રોજમદાર કામદાર હોવાનું જાણવા મળેલ છે. આ હત્યાનું કારણ અને હત્યારાઓ અંગેની વિગત પોલીસ તપાસ દરમિયાન બહાર આવે તેવી સંભાવના છે. અત્યારે તો લાશની વિગત તેમજ મળી આવેલ ઈજાના નિશાનો પરથી હત્યારા પ્રોફેશનલ હોય ત્યાં ઈજા કરવા થી માનવીનું મોત થઈ શકે તે જાણકાર હોવાનું જણાઈ રહ્યું છે. સાથે આ બનાવમાં ખૂણે-ખૂણે કંપની માં સી.સી.ટી.વી કેમેરા હોવા છતાં અને ઘણા કામદારો કામ કરતા હોવા છતાં હજી આ બનાવના હત્યારા ઝડપાયા નથી કે તેની કોઇ ઓળખ મળી નથી. તેમજ ખુજ જેવો બનાવ કંપનીઓમાં બને તે ખુબ મોટા અને ખોટા સંકેત આપી રહ્યા છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : કમળા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા મકાનો તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ProudOfGujarat

પંચમહાલ શહેરા તાલુકાના બામરોલી ગામે યુવાનની ફાસોં ખાધેલી હાલતમાં મળી લાશ, પરિવારજનો દ્વારા હત્યા કરાઇ હોવાનો આક્ષેપ

ProudOfGujarat

ભરૂચ : ભાડભૂત બેરેજ યોજનામાં એપ્રોચ રોડ માટે એકસાલ અને કાસવા ગામનાં ખેડૂતોને જમીન સંપાદનમાં સરખું વળતર ચૂકવવા કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!