Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ઉમલ્લાના યુવક સાથે પચાસ હજાર ઉપરાંતની ઓનલાઇન છેતરપિંડી થતાં પોલીસમાં ફરિયાદ.

Share

વેબસાઈટ પર ટુ વ્હિલરની જાહેરાત અને ફોટા મુકીને ઓનલાઈન છેતરપિંડી.
ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લાનો એક યુવક એપ્લીકેશન પર મુકાયેલી ટુ વ્હિલરની જાહેરાતથી છેતરાયો હોવાની ઘટના બનવા પામી છે.મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના બાપજી ફળિયામાં રહેતો વિશાલ મોતીભાઈ વસાવા નામનો યુવાન ઉમલ્લા નજીકની આર.પી.એલ કંપનીમાં કામ કરે છે. ગયા જાન્યુઆરી મહિનામાં વિશાલે તેના મોબાઇલ પર ઓએલએક્ષ નામની એપ્લિકેશન પર એક કેટીએમ બાઈક વેચાણ કરવા માટે મુકાયેલી જોઇ હતી. આ ટુ વ્હિલરનું આરટીઓ રજિસ્ટ્રેશન સુરતનું હતું.જાહેરાતમાં મુકાયેલ ફોટા જોતા વિશાલને આ બાઈક પસંદ પડતા તેણે તેના માલિકના મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હતો.બાઈક વેચવા જાહેરાત મુકનાર ઈસમે તેની ઓળખાણ ભારતીય સેનામાં સૈનિક તરીકે આપી હતી.યુવક આ ઇસમની વાતોથી ભોળવાયો હતો.ત્યારબાદ બાઇક સુરત એરપોર્ટ ઉપર છે,તેમ જણાવીને આ ઇસમે વિશાલના ફોટા તેમજ આધારકાર્ડ ગાડી નામફેર કરવા માંગ્યા હતા. જે યુવકે તેના વોટ્સએપ નંબર પર મોકલી આપ્યા હતા. ત્યારબાદ આ ઇસમે વિશાલને ઓનલાઇન પેમેન્ટ માટે ફેસલખાન નામના ઇસમનો ગુગલ પે એકાઉન્ટ નંબર આપી ઓનલાઇન પેમેન્ટ માટે જણાવ્યું હતું. જેથી વિશાલે અલગ અલગ દિવસે પાંચ વખત ગુગલ પે દ્વારા તેના મિત્ર ગોવિંદભાઈના મોબાઇલ પરથી કુલ રૂપિયા ૫૦,૨૭૯ ટ્રાન્સફર કર્યા હતા. ઓનલાઇન પેમેન્ટ કર્યા બાદ પણ વિશાલને તેની પસંદ કરેલ બાઈક ભારતીય સૈનિકની ઓળખાણ આપનાર ઇસમે આપી ન હતી.ત્યારબાદ વિશાલે તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા સંપર્ક સાધી શકાયો નહતો.જેથી યુવકને તેની સાથે છેતરપીંડી થઇ હોવાની ખાત્રી થઇ હતી.ત્યારબાદ વિશાલે ભરૂચ સાયબર સેલમાં ગયા ફેબ્રુઆરી માસમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઈ નિકાલ નહી આવતા ગઇકાલે વિશાલ મોતીભાઈ વસાવાએ તેની સાથે ખોટી ઓળખ આપીને ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હોવા બાબતે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી:- રાજપારડી

Advertisement

Share

Related posts

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર ૩૦ જુલાઈ સુધી ન્હાવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં ગરીબ પરિવારના બાળકોને શિક્ષિકાઓ દ્વારા કોરોના કાળમાં શિક્ષણ પ્રદાન કરી એક સરાહનીય કાર્ય કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર : અંદાડા ગામે એક સાથે સાત મકાનોના તાળા તૂટતા ખળભળાટ, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!