વાદળછાયા વાતાવરણમાં વાયુ પ્રદૂષણ વધે છે કંપનીઓ પોતાનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરી રહી છે. જી.પી.સી.બી દ્વારા અપાયેલ નોટિસોનું પાલન થતું નથી.
ભરૂચ જીલ્લો ઔધૈગિક સંકુલોથી ભરેલ જિલ્લો હોય અંકલેશ્વર, દહેજ, ભરૂચ, વિલાયત, ઝઘડિયા, પાલેજ, પાનોલી, સાયખા તેમજ અન્ય જી.આઇ.ડી.સી માં આવેલ કંપનીઓ પોતાનો ઉત્પાદન ખચૅ કેવી રીતે ઘટે તે અંગે સતત પગલાં લઈ રહી છે. ત્યારે લોકોના આરોગ્યની અને જી.પી.સી.બી ની અપાયેલ તાકીદોને કંપનીઓના કતૉહતૉઓ ધોળી ને પીય ગયા છે. જેની અસર લોકોના આરોગ્ય પર પડી રહી છે. પરંતુ કંપનીવાળાને તેની પડી નથી.
જન્માષ્ટમીના દિવસથી જીલ્લામાં વરસાદી જમાવત કરતા ભરૂચ જીલ્લામાં વાયુ પ્રદૂષણની સમસ્યા વધી છે. ઔધોગિક એકમોની આજુ-બાજુ આવેલા ગામોના લોકોને આખોમાં બળતરા શ્વાસ લેવામાં તકલીફ વગેરે સમસ્યા શરૂ થઈ ગઈ છે. કંપનીઓને આવા સમયે એટલે કે જ્યારે ઠંડક પ્રસરે ત્યારે સ્ક્રબર નીતિ-નિયમ મુજબ ચલાવવું જોઇએ તેવી ઔધોગિક ગાઈડ લાઈન છે. પરંતુ સ્ક્રબર ચલાવવાથી ખર્ચ વધે છે. કંપની ઓ પર આર્થિક ભારણ વધી જાય છે. તેથી પોતાના હિતમાં કંપની સંચાલકો સ્ક્રબર યોગ્ય પ્રમાણમાં ધારા ધોરણ મુજબ ચલાવતા નથી. જેથી ઝેરીલો ગેસનો ગાઈડ-લાઈન મુજબ નિકાલ થતો નથી. સ્વાર્થી કંપની સંચાલકોની માત્ર પૈસા કમાવાની અને નફો કમાવવાની રીતી-નીતિનો પહેલો ભોગ કંપની માં કામ કરતા કામદારો જ બને છે. આ બાબતે કામદાર યુનિયનો દ્વારા વખતો-વખત અવાજ ઉઠાવવામાં આવે છે. પરંતુ અગમ્ય કારણોસર પરિણામ આવે તે પહેલા કામદાર આગેવાન ચૂપ થઈ જાય છે. કામદાર બાદ બીજી અસર નજીક ના ગામોના રહેવાસીઓને થાય છે. આવા ગામો અંગે જો યાદી બનાવવામાં આવે તો ૨૦ કરતાં વધુ એવા ગામો છે કે જેમાં વરસાદ થી માંડીને શિયાળાની અંત સુધી વાયુ પ્રદૂષણ ના પગલે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી ની આંખોને બળતરા થાય છે. અને તેમની શ્વાસના એટલે કે ફેફસા ઓને પણ તકલીફ થાય છે
બોક્ષ :- કંપનીઓ કઈ રીતે જી.પી.સી.બી ના નિયમોનો ભંગ કરી પોતાના આર્થિક લાભ વધારે છે અને ગ્રામજનોના સ્વાસ્થય ને હાનિ પહોંચાડે છે
સ્ક્રબર નો ઉપયોગ કરતા કંપનીઓને આર્થિક ભારણ કેમ વધે છે તેની વિગત જોતા સ્ક્રબર નો ઉપયોગ નહીં કરવામાં આવે તો કંપનીઓ ઝેરીલો ગેસ વાતાવરણમાં છોડી દે છે. જ્યારે સ્ક્રબર નો ઉપયોગ કરવામાં આવે તો ઝેરીલો ગેસને પાણી કે કોસ્ટિક માં ડાલ્યુટ કરી તેને છોડવામાં આવે છે. તેથી લિકવિડ વેસ્ટ વધે છે. જેથી સ્વભાવિક રીતે ખર્ચ વધે જે કંપનીઓને બોજા રૂપ લાગે છે. તેથી કંપનીઓ ગેરકાયદેસર રીતે નિયમોનું ઉલ્લંઘન કરી ઝેરીલો ગેસ અવકાશ માં વછૂટી દે છે. જે આજુ-બાજુના ગામોના લોકોના આરોગ્યને અસર કરે છે. પોતાના આર્થિક ખર્ચ ઘટાડી નફામાં વધારો કરતાં હોવાનું કહેવાય છે.