ભરૂચ જીલ્લામાં આજે તા.15-8-2020 નાં રોજ વધુ 16 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1179 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 9 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 174 છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ કોરોનાનાં દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચમાં 7, અંકલેશ્વરમાં 6, ઝધડીયા 2, વાગરા 1 એમ કુલ 16 દર્દીઓ નોંધાયા હતા.
Advertisement