Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક આવેલ પિરામણ ગામ પાસેનાં પુલ ઉપર આમલાખાડીનું પાણી ફરી વળ્યું.

Share

સમગ્ર ભરૂચ જીલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આમલાખાડીનું પાણી પિરામણ પુલ પરથી પસાર થતાં ખળભળાટ મચી ગયો છે. વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. આમલાખાડી ઉભરાતા અંકલેશ્વર GIDC નાં વિવિધ વિસ્તારો પ્રભાવિત થયા છે. તે સાથે સાથે આમલાખાડી કે જે પ્રદૂષણ માટે કુખ્યાત જણાય છે તેનું પાણી પુલ પરથી પસાર થતાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. આ સમસ્યાની અસર GIDC માં ની કંપનીઓ પર પણ પડી શકે તેવી શકયતા છે તે સાથે સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનાં વાહન વ્યવહાર પર પણ તેની અસર પડે તેવી સંભાવના જણાય રહી છે. હાલ તો વહીવટી તંત્ર અને પોલીસતંત્ર બંને પરિસ્થિતી પર ચાંપતી નજર રાખી સાવધાનીનાં તમામ પગલાં લઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચના જુના તવરા ગામે પાંચ દેવી મંદિરે જન્માષ્ટમીની ઉજવણી કરાઇ

ProudOfGujarat

યુનિવર્સિટીઓમાં 15 ઓગસ્ટ સુધી ચાલશે હર ઘર ત્રિરંગા ઝુંબેશ, UGCએ રાજ્યોને લખ્યો પત્ર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં 24 કલાક દરમ્યાન 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!