વાંકલ આમબાપારડી માંડવીને જોડતો જીવાદોરી સમાન ગણાતો ભૂખી નદીનો કોઝવે પાણીમાં ડૂબી જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.વાંકલ વેપારનું મુખ્ય મથક હોવાથી બોરિયા ઓગણીસા સંધરા, પર્વતનાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે વાંકલ આવવું પડે છે. વાંકલથી માંડવી જવા માટે દસ કિલોમીટરનો ફેરાવો કરવો પડે છે. વર્ષઋતુમાં પ્રથમવાર ભૂખી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. વાંકલનાં સરપંચ ભરતભાઈ વસાવાએ લોકોને ચેતવણી આપતા જણાવ્યુ કે પાણીનો પ્રવાહ વધુ હોવાથી કોઈએ પણ નદી પરથી પસાર થવું નહિ.
Advertisement