મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ગોધરા દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મહિલા કાનૂની દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિટી અને ગામડાના વિસ્તારની મહીલાઓને ભારતીય બંધારણમાં નાગરિકોને જે અધિકાર આપવામાં આવેલ છે તેમાં મહિલાઓ માટે મફત કાનૂની સહાય મેળવવાનો, ભરણપોષણ મેળવવાનો, સામાન ન્યાય મેળવવાનો અંગે વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલ છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેઓએ ઘરેલુ હિંસા, મૈત્રી કરાર, દહેજ વિરોધી કાયદો, આપઘાત માટે દુષ્પ્રેરણા વગેરે બાબતો અંગે મહત્વની જાણકારી પુરી પાડી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement