Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનાં કરજણ ડેમમાંથી ૧૦૪૮૪ ક્યુસેક જેટલું પાણી છોડાયું કાંઠાનાં વિસ્તારો એલર્ટ કરાયા.

Share

નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાનાં જીતગઢ ગામ નજીક આવેલા કરજણ ડેમમાંથી કરજણ નદીમાં ૧૦૪૮૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી. મ્હાલે દ્વારા પ્રાપ્ત માહિતી ઉજબ હાલ સતત ઉપરવાસમાંથી પાણીની આવક થતા કરજણ ડેમમાં પાણીની સપાટી તેના રુલ લેવલને પાર થઈ જતા લેવલ જાળવવા કરજણ ડેમમાંથી બે રેડિયલ ગેટ ખોલી ૧૦૪૮૪ ક્યુસેક પાણીનો જથ્થો કરજણ નદીમાં છોડાઈ રહ્યો છે જેથી કાંઠાના વિસ્તારો જેવા કે રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ભુછાડ, ધાનપોર અને ધમણાચાના લોકોને સાવચેતી રાખવા પણ સૂચન કરાયું હતું અને એલર્ટ કરાયા છે. હાલ કરજણ બંધમાં ૯૨૧૮૪ ક્યુસેક જેટલી પાણીની આવક છે. આજે ડેમનું રુલ લેવલ ૧૦૮.૬૯ મીટર છે સપાટી ૧૦૮.૮૦ મિટરે પહોંચી છે એટલે કે રુલ લેવલ જાળવવા માટે ડેમના બે રેડિયલ ગેટ ખોલીને ૧૦૪૮૪ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમ ૬૮.૨૪ ટકા ભરાયો છે એમ કહી શકાય ડેમનું આજનું લાઈવ સ્ટોરેજ ૩૪૩.૬૬ મિલિયન કયુબિક મીટર છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

નવસારી-વિશ્વની તમામ ભાષાઓમાં સંસ્કૃત સર્વોપરી

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર ગામે આવેલ સાંઈ કૃપા સોસાયટીનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર.

ProudOfGujarat

” વિશ્વ યુનાની દિવસ ” ની યુનાની સારવાર આપતું દયાદરા સ્થિત ઓલિવ હોસ્પિટલમાં ઊજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!