ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખનાં વોર્ડ નં.7 માં પણ ગટરની સાફસફાઇનું કામ પ્રિ-મોન્સુન કામગીરીનાં ભાગરૂપે કરવામાં આવ્યું હોય તેમ જણાતું નથી.
પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ કરાય હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે. ત્યારે ધોળીકુઇ દાંડિયાબજાર વિસ્તારની ગટરોની સાફસફાઈ ન થતાં વરસાદી પાણીનો ભરાવો થાય છે. આ વિસ્તારમાં શાકભાજીનું બજાર ભરાતું હોય તેમજ મોટી સંખ્યામાં દુકાનો આવેલી હોવાના પગલે ગ્રાહકોને અને વેપારીઓને પારાવાર તકલીફો પડી રહી છે. વરસાદ રોકાયા બાદ પણ લાંબા સમય સુધી વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેથી પરિસ્થિતી વધુ ગંભીર બને છે. નગરપાલિકાનાં પ્રમુખનાં વોર્ડની આ પરિસ્થિતી હોય તો અન્ય વોર્ડની કેવી પરિસ્થિતી હશે તેનો વિચાર કરવો રહ્યો.
Advertisement