આમોદ અને જંબુસર તાલુકામાં પણ હાલમાં વરસતા વરસાદની અસર પડી રહી છે. સતત વરસતા વરસાદનાં પગલે આમોદ અને જંબુસર તાલુકામાં ભયંકર તારાજી સર્જાઈ છે. આછોડ ગામમાં પાણી ફરી વળ્યા છે. જયારે જંબુસર અને આમોદ વચ્ચે આવેલ મગનાદ ગામ પાસે આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ફરી વળતા કેટલોક સમય ટ્રાફિક માટે અંતરાળ ઊભો થયો હતો. આમોદ અને જંબુસર તાલુકામાં કોરોના મહામારી બાદ વરસાદી તાંડવે વિનાશ કરવાની શરૂઆત કરેલ છે. ખેડૂતોનાં જણાવ્યા મુજબ વરસાદી પાણીનો ભરાવો થતાં હાલ ખેતરોમાં જઇ શકાતું નથી જેના પગલે બિયારણ સડી જવાની પણ સંભાવના ઊભી થઈ છે. 24 કલાકમાં 28 ઇંચ વરસાદ વરસ્યા બાદ ઠેરઠેર જળબંબાકારની પરિસ્થિતી સર્જાય છે.
Advertisement