ભરૂચ જીલ્લામાં તા.12-8-2020 નાં રોજથી વરસાદે જમાવટ કરી છે. ભારે વરસાદ સાથે તીવ્ર ગતિથી પવન ફૂંકવાના પગલે ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા હોવાના બનાવો જાણવા મળ્યા છે. જેમાં આમોદ તાલુકામાં બે વૃક્ષો તેમજ ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં બે-બે વૃક્ષોનો સમાવેશ થાય છે. ભરૂચ તાલુકામાં ધરાશાયી થયેલ વૃક્ષ અંગે નગરપાલિકાનાં ફાયરબ્રિગેડ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. પરંતુ અન્ય તાલુકામાં સમયસરની કાર્યવાહી ન થતાં કલાકો સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. ભરૂચ જિલ્લામાં ઝાડેશ્વર તરફ જતાં મકતમપુર રોડ પર સી. ડીવીઝન પોલિસ મથકની સામે મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર અવરોધાયો હતો. ત્યારબાદ હાલ પણ ધરાશાયી વૃક્ષ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સુન કામગીરીમાં વનવિભાગ દ્વારા વૃક્ષો અંગે જે કાર્યવાહી થવી જોઈએ તે કરવામાં આવી ન હોવાના પગલે આવા બનાવો બની રહ્યા છે. વરસાદમાં જોખમકારક લાગતાં એવાં વૃક્ષો અગાઉથી જ ઉતારી દેવાનાં પગલાં ભરાવા જોઈએ તે પગલાં વનવિભાગ દ્વારા લેવાયા હતા.
ભરૂચનાં મકતમપુર રોડ પર સી. ડીવીઝન પોલિસ મથકની સામે મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.
Advertisement