વાલીયા તાલુકાના રાજપરા ગામમાં મહત્તમ આદિવાસી સમાજના ખેડૂત પરિવારો વસવાટ કરે છે તેઓના બાળકો અભ્યાસ કરી રહ્યા છે હાલમાં કોરોના વાયરસની મહામારીને લઇ શિક્ષણ સંસ્થાઓ બંધ છે જેથી આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે પરંતુ તેઓને જીઓ કંપની દ્વારા યોગ્ય પ્રમાણમાં નેટવર્કની સુવિધા પૂરી પાડવામાં નથી જેને કારણે આદિવાસી સમાજના વિદ્યાર્થીનું જીવન શિક્ષણ નહીં મળવાથી બગડી રહ્યું છે. ત્યારે બીજી તરફ યોગ્ય નેટવર્કનાં આભાવે અન્ય ગ્રાહકોનાં કામકાજો ખોરંભે પડી રહ્યા છે. આ બાબતે સ્થાનિક ગ્રાહકોએ વારંવાર જીઓ કંપનીના જવાબદાર અધિકારીને રજૂઆતો કરી છે છતાં ન્યાય મળતો નથી. હવે આ મુદ્દે સ્થાનિક સરપંચ અને સામાજિક આગેવાનોએ કંપનીના જવાબદાર અધિકારીને લેખિત રજૂઆતો કરવાનું નક્કી કર્યું છે તેમજ સમસ્યાનું નિરાકરણ દિન ૧૫ માં નહિ કરવામાં આવે તો ગ્રાહક સુરક્ષાનો આશરો ગ્રાહકો લેશે તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે અન્યાયના વિરોધમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વાલીયા તાલુકાનાં રાજપરા ગામે જીઓ કંપનીનું નેટવર્ક છેલ્લા કેટલાક સમયથી વારંવાર ખોટકાતા કોરોના વાયરસની મહામારીનાં સમયમાં ઓનલાઇન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
Advertisement