રાજપીપળા શહેરમાં ચોમાસા પહેલા વીજ કંપની દ્વારા વારંવાર પ્રિ મોન્સૂન કામગીરી માટે આખો આખો દિવસ વીજ પુરવઠો બંધ રખાયો હોવા છતાં મામુલી વરસાદમાં પણ વીજળીના ધંધિયા બાદ જાગૃત નાગરિકો દ્વારા જીલ્લા કલેક્ટરને રજુઆત કરાઈ જેમાં કલેકટરે તાબડતોબ વીજ કંપનીના અધિકારીઓને બોલાવી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા કેટલા દિવસ લાગશે તેવો કલેક્ટરે સવાલ પૂછતાં ત્રણ દિવસમાં તકલીફ દૂર થશેની વાત બાદ વીજ ગુલ થવાની તકલીફમાં મોટી રાહત થઈ હતી. પરંતુ ગત રાત્રે સિંધીવાડ વિસ્તારમાં અચાનક શોર્ટ સર્કિટ થયું જેમાં અમુક વાયરોમાં આગ પણ લાગી ત્યારબાદ આખા વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. જોકે આ શોર્ટ સર્કિટમાં અનેક ઘરોમાં ઇલેક્ટ્રિક ઉપકરણો ફૂંકાયા હતા જ્યારે અમુક ઘરનું વાયરિંગ બળી ગયું હોવાનું પણ જાણવા મળ્યું. જેમાં આ સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને મોટું નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાંના રહીશ નરેન્દ્ર વાયરમેન જણાવ્યું હતું કે આશાપુરી વિસ્તારમાં લો વોલ્ટેજ અને લાઈટો ડીમ હોવાની ફરિયાદ અધિકારીને કરી હતી પણ કલાકો સુધી કોઈ જોવા ના આવતા ત્યાંના રહીશ રોષે ભરાયા હતા અને ફરિયાદ કેન્દ્ર પર અમે ફોન કરીને કીધુ કે કલેકટરને હું ફરિયાદ કરું છું તો ફરિયાદ કેન્દ્ર પર બેસનાર એ જવાબ આપ્યો કે તમે કલેકટરને ફરિયાદ કરી શકો છો.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા