Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે સ્વાતંત્ર્યદિન ઉજવણી કાર્યક્રમનું રિહર્સલ યોજાયું.

Share

પંચમહાલ જિલ્લામાં ૭૪ માં સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગોધરા ખાતે કરવામાં આવશે.

કોવિડ સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખી મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિતો સાથે યોજાનાર આ ઉજવણી કાર્યક્રમનું રિહર્સલ આજે ગોધરા પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાની ઉપસ્થિતમાં યોજાયું હતું. કલેકટરશ્રીએ સમગ્ર કાર્યક્રમના દરેક તબક્કે સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન સુનિશ્ચિત થાય તેમ આયોજન અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. કલેકટરશ્રીની અધ્યક્ષતામાં ઉજવણીના મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમનું રિહર્સલ કરી ધ્વજ વંદન, બેઠક વ્યવસ્થા, રિહર્સલ પોલિસ પરેડ, વૃક્ષારોપણ સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાની ઉજવણી ઉપરાંત તાલુકા કક્ષાની ઉજવણીઓ જે-તે તાલુકા મથકોએ કરવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઉજવણી દરમિયાન ઉપસ્થિત જનોની સંખ્યા મર્યાદિત રાખીને ગરીમાભેર ઉજવણી કરવામાં આવશે. આ નિમિતે, કોરોના વિષયક કામગીરીમાં મહત્વનું પ્રદાન આપનાર સફાઈ કર્મી, પોલીસ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ-અધિકારીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. જિલ્લા કલેકટરશ્રીએ દેશ કોરોના કટોકટી સામે લડી રહ્યો છે ત્યારે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કોરોનાને લગતી માર્ગદર્શિકાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરતા નાના પાયે અને માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે ઉજવણી કરવા અને એ રીતે કોરોના સામેની લડાઈમાં દેશના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી. આ નિમિતે અધિક નિવાસી કલેકટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી ગોધરા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપીપળા રાધાકૃષ્ણ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક એસ.ટી બસે બાઇક ચાલકને અડફેટે લેતા એક યુવક ગંભીર.

ProudOfGujarat

આર્કોએ તેના નવા ગીત સુટ્ટાના રિલીઝ અને અપાર પ્રેમ પ્રાપ્ત કરવા પર આ કહ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!