ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યાનાં પગલે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાઓ, તહેવારો અને પર્વની ઉજવણી બંધ રાખવામાં આવી છે ત્યારે રાષ્ટ્રીય ઉત્સવ એવાં 15 મી ઓગષ્ટની જીલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ પર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તે સામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પ્રશ્ન ઉપસ્થિત કરાયો છે જે અંગે ભરૂચ જીલ્લા કલેકટરને કરાયેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે ગુજરાત સરકારની ગાઈડલાઇન મુજબ ભરૂચ જીલ્લા કલેકટરએ જાહેરનામું પ્રસિદ્ધ કરી ધાર્મિક તથા સામાજિક તમામ પ્રકારનાં જાહેર ઉત્સવો તેમજ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકયો છે જેના પગલે ભરૂચમાં પરંપરાગત રીતે ઉજવાતા મેધરાજા મેળો, છડીનોમ, જન્માષ્ટમી, ગણેશચતુર્થી સહિત તમામ ઉત્સવની જાહેર ઉજવણી તેમજ ધાર્મિક મેળાઓ રદ કરવામાં આવ્યા છે તેવા સમયે ખુદ તંત્ર રાષ્ટ્રીય ઉત્સવોનાં ભવ્ય રીતે મનાવવાનું આયોજન કરે તે અયોગ્ય છે. સરકારે નકકી કરેલ ગાઈડલાઇનનું પહેલા ખુદ સરકારનાં તંત્રએ પાલન કરવું જોઈએ એમ જણાવાયું છે સાથે પત્રમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં સેજલભાઈ દેસાઇએ એવો પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યો છે કે શું તંત્ર 15 મી ઓગષ્ટની જાહેર ઉજવણી કરે તો કોરોના સંક્રમણ નહીં થાય ? માત્ર પ્રજા ઉત્સવ મનાવે તો જ કોરોના સંક્રમ થાય ? આ પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે તેથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થનાર ભવ્ય ઉજવણી રદ કરવામાં આવે અને માત્ર લોકોને એકઠા કર્યા વિના રાષ્ટ્રીય તહેવાર ઉજવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ માંગ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જીલ્લા મહામંત્રી સેજલભાઈ દેસાઇએ કરેલ છે.
ભરૂચ : રાષ્ટ્રીય ઉત્સવને ભવ્ય રીતે મનાવવાનાં આયોજન સામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો.
Advertisement