સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના ફોરેસ્ટ રાઉન્ડ ડુંગરીનાં ઓ.એસ.મીશ્રા ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન નાની નરોલી જી.આઈ.પી.સી.એલ કંપનીના આસીસ્ટન મેનેજર જી.એસ.રાવનાઓએ ડુંગરી વસ્તાન મંદિર પાસેથી પેલટ્રોફોમનાં લાકડાની તસ્કરી કરતા આઈસર ટેમ્પો પકડી પાડ્યો હતો. ત્યારબાદ માંગરોળ ફોરેસ્ટ ખાતાના વસ્તાન ડુંગરી રાઉન્ડના ઓ.એસ.મીશ્રાનાઓને સંપર્ક કર્યો હતો જેથી ઓ.એસ.મીશ્રાનાઓ ડી.ડી.વાઘનાઓને સુચન કર્યું અને તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા આઈસર ટેમ્પાને જોતા તેનો નંબર જીજે ૧૫ યુયુ ૨૦૪૮ માં પેલટ્રોફોમનાં લાકડા ભરેલ જોવા મળ્યો હતો જેથી લાકડા ભરેલ આઈસર ટેમ્પાને કબજે કરી ૮ મજુર તેમજ માલિકને અટક કરી નામ પુછપરછ કરતા જયંતિ પરમાર રહે. સુરત ડભોલીના હોવાનું જણાવેલ અને પકડાયેલ મુદ્દામાલ પેલટ્રોફોમના લાકડા ૮૫૬૫ કીલો જે આશરે ૪૨૯ મણ છે. તેમજ આઈસર ટેમ્પાની કીમંત આશરે ૫ લાખ ગણી આગળની તપાસ હાથ ધરી છે.
માંગરોળ તાલુકાનાં વસ્તાન ડુંગરી ગામેથી પેલટ્રોફોમનાં લાકડા ભરેલ આઈસર ટેમ્પો માંગરોળ વનવિભાગે કબજે કર્યો.
Advertisement