પાલેજ નજીકમાં આવેલાં કરજણનાં વલણ ગામે નોવેલ કોરોનાં કોવિડ-૧૯ નાં સંક્રમિતોની સંખ્યા ઉતરો ઉત્તર વધારો થઈ રહેલ છે જેના ઉપર નિયંત્રણ મેળવવા ગ્રામજનો દ્વારા એક કમિટી બનાવી મંથન કરાયું હતું, આ કમિટી દ્વારા વલણ ગામ અગાઉ ૮ દિવસ માટે લોકડાઉન કરવાની ભલામણ થતા સર્વાનુમતે તેઓની ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જુલાઈ તેમજ ઓગષ્ટ માસ દરમિયાન કોરોના વાયરસ અને બીજી બીમારીઓથી વલણ ગામે અનેક લોકોનાં મોત નીપજ્યાં છે તેમજ અનેક લોકો બીમારીમાં સપડાયા હતા જેથી વલણ કોવિડ -૧૯ કમિટીની રચના કરી આ અંગે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. કોવિડ-૧૯ કમિટી દ્વારા પોતે અહેવાલ તૈયાર કરી કમિટીની એક મિટિંગ બોલાવી હતી જેમાં કમિટી દ્વારા તા.૧૩ થી તા.૨૦ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવાની ભલામણ કરવામાં આવી હતી જેને સર્વાનુમતે સ્વીકાર કરી ગ્રામજનો માટે નિયમ બનાવવામાં આવ્યા હતા. વલણ ગામે કોરોનાનાં ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીનાં ભાગરૂપે લોકોની વધું અવરજવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને થતો અટકાવવા ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક નિયંત્રણો લાદવાનું નક્કી કરવામાં આવ્યું છે.ધાર્મિક સ્થળોમાં વધુ ભીડનાં કરવી, સોશ્યલ ડીસ્ટન્સ જળવવું, માસ્ક ફરજીયાત પહેરવુ, સરકારી ઓફિસો પંચાયત, આરોગ્ય કેન્દ્રમાં ખુબ જ અગત્યનું કામકાજ હોય તો એક વ્યક્તિએ જવું, વલણ ગામની તમામ દુકાનો જેવી કે શાકભાજી, ફ્રુટ, ચાહ-નાસ્તાની લારીઓ સંપૂર્ણ બંધ રાખવી આ ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદીનાં કામે સવારે આઠથી દસ સાંજે પાંચથી સાત દરમ્યાન ઘરની એક વ્યક્તિએ ઘરની બહાર માસ્ક પહેરી આવવું. ખેડૂતો ખેત મજૂરોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક ફરજિયાત પહેરી ખેતી કામ કરવું. વલણ ગામે સ્વૈચ્છિક લોકડાઉન દરમ્યાન બહાર ગામથી આવતાં તમામ સમાજનાં મહેમાનો તેમજ મદદ માટે આવતાં ફકીરો, ફેરિયાઓ ઉપર સદંતર પ્રવેશ બંધી કરવામાં આવી છે. તમામ શૈક્ષણિક ટ્યૂશન કાર્ય બંધ કરવામાં આવ્યું છે.વલણ ગામ પાદરમાં બજારમાં અન્ય સ્થળોએ લોકોએ ભેગાં થવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.સભા, સરઘસ, મેળાવડા ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે.રીક્ષા યુનિયન મારફત તમામ રીક્ષા ચાલકોને બહાર ગામોથી લોકોને મદદ માંગનારને ફેરિયાઓને લાવવા પર પ્રતિબંધની જાણ કરાય છે. જાહેરમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવવુ માસ્કનો ઉપયોગ નહિ કરનાર પાસેથી સરકારે નક્કી કરવામાં આવેલ દંડની વસૂલી કરવામાં આવશે. વલણ કોવિડ કમિટીમાં નક્કી કરેલાં નિયમોનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ