Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં જન્માષ્ટમી નિમિત્તે સાદાઈથી સોશીયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ ભગવાનનાં દર્શન કર્યા.

Share

હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા તમામ ધાર્મિક તહેવારો તથા મેળાની ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે આજે જન્માષ્ટમી નિમિત્તે રાજપીપળા ખાતે સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ ભગવાનનાં દર્શન કર્યા હતાં. પ્રાપ્ત માહિતી મુજબ આજે આઠમનાં દિવસે હિંદુ સમાજ દ્વારા ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ કોરોના મહામારીને ધ્યાને લઇ આજે રાજપીપળા ખાતે જન્માષ્ટમીની તમામ ઉજવણી ખૂબ સાદગી પૂર્વક ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે સંદર્ભએ આજે સવારથી જ રાજપીપળા રાધા કૃષ્ણ મંદિર ખાતે સોસીયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ ભગવાનનાં દર્શન કર્યા હતા તેમજ મંદિરનાં પુજારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે તમામ મંદિરોમાં આજનો દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે પરંતુ કોરોના મહામારીને ધ્યાને લઇ આજે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ઉપરાંત મટકીફોડ, નંદ મહોત્સવ, ભજન કીર્તન જેવા પ્રોગ્રામો પણ મોકૂફ રાખવામાં આવ્યા છે. ફક્ત સાદાઈથી રાત્રે ભગવાનની આરતી કરવામાં આવશે તેમજ કોરોના મહામારી દૂર થાય તે માટે ૧૦૮ દીવા પ્રગટાવી ખાસ પ્રાર્થના કરવામાં આવશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું ઉપરાંત ચાલુ વર્ષે તમામ પ્રોગ્રામો રદ થતા ભક્તોમાં પણ થોડી નિરાશા જોવા મળી હતી.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી : ફ્લાઇટ ટિકિટના ભાવમાં ત્રણ ગણો વધારો…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે રેતીની લીઝના વિવાદમાં નવો વળાંક : ગ્રામ પંચાયતના બે સભ્યોએ ઉચ્ચ સ્તરે રજુઆત કરતા ચકચાર.

ProudOfGujarat

નડિયાદ : મહિલા પોલીસ કર્મીઓએ બધિર વિદ્યાલયમાં બાળકોની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!