Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હાંસોટ પોલીસનાં મહિલા કોન્સ્ટેબલએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જાણો વધુ.

Share

ભરૂચ જીલ્લાનાં હાંસોટ પોલીસ મથકનાં મહિલા કોન્સ્ટેબલ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવની વિગત જોતાં હાંસોટ પોલીસનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર હાંસોટ પોલીસ મથકમાં છેલ્લા 4 વર્ષથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દીપિકાબેન ભરતભાઇ પરમાર ઉં.25, મૂળ વતની ભાવનગર ઘોઘા સર્કલ વિસ્તારનાંએ ગતરાત્રિનાં સમયે પોલીસ ક્વાટર્સમાં પોતાના રૂમમાં પંખાનાં હૂંક વડે દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ગતરોજ રાત્રિનાં 11 વાગ્યાનાં અરસામાં આ બનાવ બન્યો હતો. અગમ્ય કારણોસર બનેલ આ બનાવની તપાસ હાંસોટ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ખરોડ પાસે ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ.

ProudOfGujarat

વડોદરા-બે વિદ્યાર્થી કેરલના કોચીમાં વરસાદી તાંડવમાં પાંચ દિવસથી મકાનમાં ફસાયા છે….

ProudOfGujarat

ભરૂચ : ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ બ્રાન્ચ દ્વારા ખિચડી મેડિકલ પ્રથાનો વિરોધ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!