ગોકુળ આઠમ નિમિત્તે ભક્તજનોમાં અનેરો આનંદ જણાય રહ્યો છે. આ વર્ષે ભરૂચ જીલ્લામાં સૌથી વધુ લોકો પોતાના નિવાસસ્થાને ભગવાન કૃષ્ણનાં જન્મપ્રસંગની ઉજવણી રાત્રિનાં 12 વાગ્યે કરશે. ત્યારે કોરોના મહામારીનાં પગલે મેળાનાં આયોજન પર પ્રતિબંધ મૂકાયો છે તેમજ મંદિરોમાં પણ કૃષ્ણ ભગવાનનાં જન્મ પ્રસંગે કાર્યક્રમ યોજવા અંગે પ્રતિબંધ મુકાયો છે. ત્યારે ભકતોએ પોતાના ઘરે જ કૃષ્ણ ભગવાનનાં જન્મદિનની ઉજવણી અંગે તમામ તૈયારી કરી લીધી છે. નાનકડા પારણામાં ભગવાનને જુલાવવા સહિત ભગવાનને વાઘા, બાંસુરી, મોરપીંછ તેમજ વિવિધ શણગાર ભકતો કરી રહ્યા છે. કોરોના મહામારીનાં પગલે ભકતોએ ઘરમાં રહી શ્રી કૃષ્ણ ભગવાનનાં જન્મ પ્રસંગે યાદગાર પ્રસંગ તરીકે ઉજવવા તમામ તૈયારીઓ કરેલ છે.
Advertisement