Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પ્રતિન ત્રણ રસ્તા પાસે થયેલ લૂંટનાં બનાવનો ભેદ ઉકેલતી એલ.સી.બી. પોલીસ.

Share

ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને એલ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ ગત માર્ચ માહિનામાં અંકલેશ્વર પ્રતિન ત્રણ રસ્તા પાસે સિલ્વર પ્લાઝામાં થયેલ 20 લાખની ચીલ ઝડપની ઘટનાની વિગત જોતાં તા.18-3-2020 નાં રોજ અનોખીલાલ રતનલાલ જૈન રહે.અંકલેશ્વરએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેઓ અને તેમના ડ્રાઈવર હરેશ પટેલ અંકલેશ્વર GIDC પ્રતિન ત્રણ રસ્તા સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આવેલ વી-પટેલ આંગડીયા પેઢીમાં રૂપિયા 100 અને રૂપિયા 500 નાં દરની નોટો લેવા ગયા હતા ત્યારે પૂરતી નોટો ન હોવાના પગલે રૂપિયા લઈ પોતાની કાર પાસે આવી ગાડી ચાલુ કરી રિવર્સ લેતા ગાડીના ખાલી સાઇડનો દરવાજો ખુલ્લો હોય ડ્રાઇવરે કાર થોભાવી બંને જણા ઉતરી પાછા આવી કારમાં બેસતા રૂપિયા 20 લાખ ભરેલ થેલો જણાયો ન હતો. જેથી કોઈ અજાણ્યા ઇસમે કારના પાછળનો ખાલી સાઇડનો દરવાજો ખોલી રૂપિયા 20 લાખની ચોરી કરી નાશી ગયેલ હતા. જે અનુસંધાને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં ગુનાની તપાસ સ્થાનિક પોલીસવડા સાથે એલ.સી.બી. એ કરતાં હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી ગુનામાં સંડોવાયેલ ફરિયાદીનાં ડ્રાઈવર હરેશ મગનભાઇ પટેલ તેમજ તેના ત્રણ મિત્રોને હસ્તગત કરી તેમને ઊંડાણથી પૂછપરછ કરી હતી. જેમાં ડ્રાઈવર હરેશ પટેલ ફરિયાદી અનોખીલાલ જૈનની આંગડીયા પેઢીમાં નોકરી કરતો હતો તે અગાઉ સુરતમાં 20 વર્ષ રહ્યા પછી વર્ષ 2014 થી અંકલેશ્વર ગડખોલ ખાતે રહી અનોખીલાલને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તેથી તે અનોખીલાલની દિનચર્યાથી વાકેફ હતો. સુરત ખાતે રહેતા સાદીક ફિરોજ સૈયદ જેનું ગેરેજ સુરતમાં છે તે બંને ખાસ મિત્રો હતા. બંનેને રૂપિયાની જરૂર હતી જેથી સાદીક અને બીજા ત્રણ નિતરો સોનુસિંહ, પવન અને ઐયુબખાન તેમજ રણજીત એકબીજાનાં સંપર્કમાં હતા. તે તમામે બનાવનાં આશરે દોઢ એક મહિના અગાઉ વાલિયા ચોકડી ખેતલાઆપા પાસે અનોખીલાલનાં રૂપિયા ચોરી કરવાનું કાવતરું રચ્યું હતું. તે મુજબ અનોખીલાલનાં ડ્રાઈવર હરેશે અનોખીલાલનાં ઓફિસ, ઘર અને મોટરકારનો નંબર જવા આવવાનો સમય અનેઆંગડિયા હોવાથી મોટી રકમની હેરફેરની માહિતી પૂરી પાડી જવા આવવાનો રૂટ બતાવ્યો હતો. તે મુજબ સોનુસિંહ, પવન, ઐયુબ, રણજીત અને સાદીક મારૂતિ સ્વીફટ, મેસ્ટ્રો તથા સ્પ્લેન્ડર વાહનો પરથી સુરતથી અંકલેશ્વર આવી રેકી કરી પ્લાન બનાવ્યો હતો. બનાવ સમય દરમ્યાન હરેશ પટેલ ફરિયાદીનાં રોકડા 20 લાખની થેલી તથા વોટરબેગ ઓફિસમાંથી લાવી સ્વીફટ કારમાં મૂકી હતી અને પ્લાન મુજબ અનોખીલાલ કારમાં બેસવા આવતા રૂપિયા 20 લાખ ભરેલ થેલીની ચોરી કરી લઈ નાશી છૂટયા હતા. બનાવ પહેલા હરેશ પટેલ તથા સુરતથી આવેલ સોનુસિંહ, પવન, ઐયુબ, રણજીત એકટર થયા હતા. આરોપી દ્વારા વાહનની ખરીદી કરવામાં આવી છે. જેની તથા બીજા રૂપિયા કયાં વાપર્યા તેની તપાસ પોલીસ કરી રહી છે. આ બનાવમાં સંડોવાયેલ ઇસમો હરેશ પટેલ, સોનુંસિંહ, ઐયુબ, રણજીતને પકડી કોવિડ ટેસ્ટ કરી આગળ તપાસ કરવા અંકલેશ્વર સિટી પોલીસને આપેલ છે. 1) હરેશ મગનભાઇ પટેલ રહે. અંદાડા રોડ, અંકલેશ્વર 2) સોનુસિંહ રધુરાજસિંહ ગજાધરસિંહ રાજપૂત રહે.ઉત્તરપ્રદેશ 3) ઐયુબખાન નિજામુદ્દીન અબ્દુલહસન કુરેશી રહે. ઉત્તરપ્રદેશ 4) સાદીકભાઈ ફિરોજભાઈ સૈયદ રહે.સુરતને ઝડપી પાડયા હતા. જયારે રણજીત તેમજ પવન પાસવાનને ઝડપવાના બાકી છે. આરોપીઓ પાસેથી મોબાઈલ નંગ 4 કિં. 11,000 જપ્ત કરેલ છે. આરોપીઓ પૈકી હરેશ પટેલ, સાદીક સૈયદ હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે મારામારીનાં ગુનામાં તથા સાદીક વર્ષ 1997-1998 માં અપહરણ કેસમાં સુરત તથા ઐયુબ અને સોનુસિંહ દક્ષિણ ગુજરાત અલગ-અલગ પ્રોહિબિશન કેસમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે. આ બનાવમાં PSI બરંડા, વાય.જી.ગઢવી અને અન્ય સ્ટાફે યશસ્વી કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

માથા ભારે ચાર ઈસમોની પાસા હેઠળ અટકાયત કરતી રાજપારડી પોલીસ.ખાણખનીજ ખાતાના કર્મચારીઓ ઉપર માથા ભારે ઈસમોએ હુમલો કર્યો હતો.

ProudOfGujarat

દિલ્હીમાં ધુમ્મસ અને પ્રદૂષણનો ત્રાસ ! આ વિસ્તારોની હવા ખૂબ જ ઝેરી છે, શું ફરી પ્રતિબંધો વધશે?

ProudOfGujarat

ભરૂચ : સરદાર બ્રિજ પર ચાલુ ડમ્પરમાં આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!