ભરૂચનાં ગણેશ મંડળનાં પ્રતિનિધિઓએ ભરૂચ જીલ્લા કલેકટરને આજરોજ આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગણેશ મહોત્સવનાં મંડળ દ્વારા વર્ષોથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે તે જ સ્થાને સ્થાપના કરવાની પરવાનગી આપવામાં આવે જે અંગે સોશિયલ ડિસ્ટન્સનાં પાલનની ખાતરી આપવામાં આવી હતી. હિન્દુ માન્યતા મુજબ પરંપરાગત 3 કે 5 વર્ષ સુધી એક જ સ્થળે ગણેશ મૂર્તિની સ્થાપના કરવી પડે છે તો તે ઘરમાં ન કરી શકાય તેમજ જાહેરનામામાં જણાવ્યા મુજબ જો ઘરમાં શ્રીજીની સ્થાપના કરવાની થાય તો મંડળનાં કયા સભ્યનાં ત્યાં શ્રીજીની સ્થાપના કરવી તે અંગે વાદ વિવાદ ઊભો થાય તેવી સંભાવના છે. આરતીમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, રાઉન્ડ બનાવી આરતીમાં 5 વ્યક્તિ ઉપસ્થિત રહે તેમજ તેઓ પણ માસ્ક પહેરી આરતી ઉતારે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. વધુમાં મુર્તિનું કદ 3 ફૂટ અને જરૂર પૂરતા નાના પંડાલ બનાવવા અંગે પણ ખાતરી અપાય હતી. સાથેસાથે નદીમાં વિસર્જન કરવા માટે માંગણી કરવામાં આવી હતી. લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લા કલેકટરને ગણેશ મંડળો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement