વાયુ પ્રદૂષણથી દૂર અને વસ્તી ગીચતાથી દૂર એવા અનેક વિસ્તારોમાં વરસાદનાં આ માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે પહાડોની વચ્ચે લીલોતરીનાં પગલે પહાડો પણ લીલાછમ થઈ ગયા છે જેમની વચ્ચેથી વહેતા ઝરણા અને નદીઓ થકી કુદરતનું અત્યંત સોહામણું દ્રશ્ય સર્જાય છે. કુદરતે માનવીને મન મૂકીને સોગતો અને ભેટો આપેલ છે. જેમાં વૃક્ષો, પહાડો, ઝરણા, નદી, સમુદ્ર વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ માનવીઓએ પોતાના સ્વાર્થ ખાતર પ્રકૃતિની સોગાતોનો ઉપયોગ કરવા માંડયો તેથી હવે કુદરત પણ રિસાવા માંડી છે. ત્યારે હજીપણ કુદરતનાં ખોળે રમતા અને ઉછળતા આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં રહેતા લોકો માટે કુદરતનાં સોહામણા દ્રશ્યો પ્રાકૃતિક તંદુરસ્તી અર્પી રહી છે. ત્યારે આવા સમયે વરસાદમાં આદિવાસીઓનો બાળાઓનો અનોખો વિડીયો વાઇરલ થયો છે જેમાં કાવ્ય પંક્તિ થકી લોક જાગૃતિ પ્રસરાવી રહી છે જે લોકોએ ખૂબ આનંદપૂર્વક નિહાળ્યું હતું. તેઓ કહી રહ્યા છે કે અમે ગામમાં રહીએ છીએ અમે આદિવાસી કહેવાયે છીએ પરંતુ કોણે કીધું ગરીબ છીએ અમારી પાસે જેની કિંમત આંકી ન શકાય તેવી કુદરતી સોગાતો છે.
ભરૂચ : વરસાદી માહોલ વચ્ચે અંતરિયાળ અને ડુંગરો વચ્ચે ઝરણા સાથે ખીલી ઉઠેલી પ્રકૃતિ વચ્ચે આદિવાસી બાળાઓનો સોમ્યતાથી ભરેલ અનોખો વિડીયો વાઇરલ.
Advertisement