મહિસાગર જીલ્લામાં મહીલા કૃષિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા આત્મા પ્રોજેકટની કચેરી ( એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી(આત્મા) દ્રારા મહિલા કૃષિ દિવસ અંતર્ગત નિદર્શન કીટનું વિતરણ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સંતરામપુર તાલુકાના ગોધર ગામે કરવામા આવ્યુ હતુ અને સજીવ ખેતી તરફ વળવા અનુરોધ કરવામા આવ્યો હતો. મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર ગામે આવેલા મણીભાઇ પટેલના ફાર્મ ખાતે આત્મા પ્રોજેક્ટ કચેરી જી.મહીસાગર અંતર્ગત મહિલા કૃષિ દિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમા કૃષિમાં મહિલાઓનું યોગદાન તેમજ પશુપાલન અને ખેતીમાં મહિલાઓ ફાળા વિશે માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ હતુ.
વર્ષ ૨૦૧૯-૨૦ આત્મા યોજના અંતર્ગત બેસ્ટ આત્મા એવોર્ડના વિજેતા મહિલા ખેડુતોને મહિસાગરના જીલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરગવાનાં ઝાડનું વાવતેર કરવા તમામ મહિલા ખેડૂતોને અનુરોધ કરાયો હતો અને સરગવાની મેડીશનલ ફાયદાઓ વિશે માહિતી આપી હતી. તમામ ખેડૂતોને સરાગવાના છોડનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રોજેકટ ડાયરેકટર અબ્દુલ્લા પઠાણ દ્વારા દ્વારા વર્મી કંપોસ્ટમાં ખાતર કેવી રીતે તૈયાર કરવું અને કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે ખેડુતોને માહીતી આપી હતી સાથે વર્મી કમ્પોસ્ટ સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ. જીલ્લા વિકાસ અધિકારીએ ખેડુતોને સજીવ અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કર્યા તેમજ મહિલા સ્વાસ્થ્યના વિવિધ પાસાઓ બાબતે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. હાલમા કોરોનાની મહામારી ચાલી રહી છે.કોરોનાની મહામારીને લઇને સોશિયલ ડીસ્ટન્સનું પણ ધ્યાન રાખવામા આવ્યુ હતુ. સાથે સાવચેતીના ભાગરૂપે માસ્કનુ વિતરણ પણ કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ, વહિવટી વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મહિસાગર જીલ્લામાં મહિલા ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
Advertisement