ભરૂચ જીલ્લાનાં નેત્રંગ તાલુકાની કરજણ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જણાયો હતો. નેત્રંગમાં સમગ્ર વિસ્તાર કોતરો અને ડુંગરોનાં હોય જેથી કરજણ નદીમાં આવેલ ધોડાપુરને પગલે ડુંગરો અને કોતરો સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા. આવા દ્રશ્યો સર્જાતા ચોમાસુ સારું જાય તેવી આશા બંધાય હતી. સાથે જ ખેડૂતોને સફળ ખેતી થશે તેવી આશા બંધાતા તેઓ હરખમાં આવી ગયા હતા. નેત્રંગ તાલુકાનાં ધાણીખૂંટ ગામે કરજણ નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. કરજણ નદી નેત્રંગ તાલુકા અને અન્ય તાલુકા માટે જીવાદોરી સમાન છે. આ નદીઓમાં નવા નીર આવતા ખેડૂતો ખુશહાલ થઈ ગયા હતા.
Advertisement