છોટા ઉદેપુર ખાતે વેબિનારનાં માધ્યમથી અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી મહિલા સશક્તિકરણ પખવાડિયુ ઉજવાઈ રહ્યું છે જેના ભાગ રૂપે આજે વેબિનારના માધ્યમથી મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે પ્રસંગે ર્ડો રાજુલ દેસાઈ, સભ્યશ્રી નેશનલ મહિલા આયોગ ન્યૂ દિલ્હી અને શ્રીમતી લીલાબેન અંકોલીયા, અધ્યક્ષ રાજ્ય મહિલા આયોગ તરફથી મહિલાઓને વેબિનારનાં માધ્યમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મહીલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહીલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત છોટાઉદેપુર ખાતેથી મીટ એપનાં માધ્યમથી લાઈવ પ્રોગ્રામ દ્વારા મહીલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન અંકલીયાએ 181 વિશે માહિતી આપેલ તેમજ છોટાઉદેપુર 181 ટીમની મુલાકાત લીધેલ છે.
તૌફીક શેખ છોટા ઉદેપુર